નવી દિલ્હી: દેશના મુખ્ય શેરબજાર (Share Market)એ અઠવાડિયાના છેલ્લા દિવસે રોકાણકારોના ચહેરા પર ખુશી પરત કરી અને સાથે સાથે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યાં. નાણા મંત્રીની જાહેરાતથી ખુશ થઈને સેન્સેક્સ (Sensex) એવો ઉછળ્યો કે છેલ્લી સ્થિતિ મુજબ 2200 પોઈન્ટના વધારા સાથે સેન્સેક્સ સીધો 38000 પાર જતો રહ્યો અને નિફ્ટીમાં પણ 600થી વધુ અંકની તેજી જોવા મળી અને તે 11000 પાર ગયો.  હાલ ભારતીય શેર બજારમાં 20મી મે બાદ પહેલીવાર રેકોર્ડ તેજી જોવા મળી છે. જાણકારોનું કહેવું છે કે નિફ્ટીમાં આ તેજી છેલ્લા 10 વર્ષની સૌથી મોટી તેજી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GST બેઠક અગાઉ અર્થવ્યવસ્થા પર સરકારની મોટી જાહેરાત, કંપનીઓને કોર્પોરેટ ટેક્સમાં મળશે છૂટ


કોર્પોરેટ કંપનીઓને મોટી રાહત
અત્રે જણાવવાનું કે નાણા મંત્રી નિર્મલા સીતારમણે કોર્પોરેટ કંપનીઓને મોટી રાહત આપતા ટેક્સ ઘટાડવાનો પ્રસ્તાવ રજુ કર્યો છે. આ પ્રસ્તાવ ઘરેલુ અને નવી કંપનીઓ બંને માટે છે. નાણા મંત્રીએ જણાવ્યું કે તેને વટહુકમ દ્વારા લાગુ કરાશે. નાણા મંત્રીએ કહ્યું કે કોઈ પણ પ્રકારની છૂટ નહીં હોય તો કોર્પોરેટ ટેક્સ 22 ટકા રહેશે. આ સાથે જ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે પણ ટેક્સ ઘટશે. હવે જુઓ એ ચાર કારણ ... જેના કારણે શેર બજારમાં રેકોર્ડ તેજી જોવા મળી. 


1.) 1.5 લાખ કરોડનું રાહત પેકેજ
નાણા મંત્રી નિર્મલા સીતારમણે અર્થવ્યવસ્થાને મજબુતી પ્રદાન કરવા માટે દોઢ લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. ફાઈનાન્સ મિનિસ્ટરની આ જાહેરાત બાદ રોકાણકારોનો ભરોસો વધ્યો અને શેરબજારમાં ઝડપથી લેવાલીનો દોર શરૂ થઈ ગયો. ગણતરીના કલાકોમાં શેર બજારે નવો રેકોર્ડ બનાવી લીધો. 


નાણા મંત્રીની જાહેરાતોથી શેર બજાર ગેલમાં, સેન્સેક્સમાં 1800 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 11 હજારને પાર


2.) કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાનો પ્રસ્તાવ
નાણા મંત્રી તરફથી કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાનો પ્રસ્તાવ રજુ કરાવાથી પણ રોકાણકારોએ શેર બજારમાં ઝડપથી રોકાણ કર્યું. નિર્મલા સીતારમણે અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે કોર્પોરેટ ટેક્સને 30 ટકાથી ઘટાડીને 25.17 ટકા કરવાની વાત કરી છે. ઘરેલુ કંપનીઓ પર કોઈ પણ પ્રકારની છૂટ વગર ટેક્સ 22 ટકા રહેશે. જ્યારે સરચાર્જ અને સેસ જોડીને પ્રભાવી દર 25.17 ટકા થશે. 


3.)  MAT સંપૂર્ણ રીતે ખતમ કરવાની જાહેરાત
કંપનીઓ તરફથી લાંબા સમયથી મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સ (MAT) હટાવવાની માગણી થઈ રહી હતી. MAT હટાવવાની જાહેરાત કરીને નાણા મંત્રીએ કારોબારી જગતના દિગ્ગજોના મન જીતી લીધા અને શેરબજારે તેનું જબરદસ્ત સ્વાગત કર્યું. હાલમાં જ ટેક્સ રિફોર્મને લઈને બનેલી કમિટીએ પણ MAT હટાવવાની ભલામમ કરી હતી. 


જુઓ LIVE TV


બિઝનેસના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...